#Amrut Ghayal #GAZAL #Ghazal #Mushaira #Lyrics #gujaratigazal #gujaratishayari#gujratisher #gujratiloveshayari
છે અલકલટના વિચારો, શું કરું ?
સર્પનો માથે છે ભારો, શું કરું ?
થાઉં મારો કે તમારો, શું કરું ?
ધર્મસંકટ છે પધારો, શું કરું?
આગ ફાકી છે હવે તો આહે પણ,
છે પુકારો પર પુકારો, શું કરું?
જંપવા દે છે ન જંપે છે ઘડી,
ખાય છે ગમ જીવ મારો, શું કરું?
દિનપ્રતિદિન દર્દ વધતું જાય છે,
છે વધારામાં વધારો, શું કરું?
જિન્દગી શું, મોત પણ દે છે ન સાથ,
લઉં હવે કોનો સહારો, શું કરું?
જેમને શત્રુઓ પણ કીધા ન જાય,
મિત્ર છે એવા હજારો, શું કરું?
ઓસડો, ‘ઘાયલ’, કરી જોયાં ઘણાં,
ના થયો સ્વભાવ સારો, શું કરું?
♪ Video Graphics Work : NILESH BHATT
© All Copyrights Reserved to Amrut Ghayal foundation
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE ---------------------------------------------------------------------------------------------------------
Ещё видео!