સતાધારના પાડાપીરનો ઇતિહાસ - સતાધાર ધામનો ઇતિહાસ - Satadhar Pada pir history #satadhardham #satadhar #short #shorts #viralshorts #guajratishorts
સતાધાર, પાડા પીર, પાડાપીર, ઇતિહાસ, શામજી બાપુ, ગોવિંદ બાપુ, Satadhar, Satadhar Dham, Padapir, Pada Pir, Itihas, History , Shamji Bapu, Govind bapu, Aapa Giga, આપા, ગીગા
સતાધારના પાડાપીર વિષે જાણો છો?
વાતની શરૂઆત થાય છે ભાવનગર પંથકના સોરઠિયા રામ આહીર અને એમના ભાઈ મૂળું આહીર તથા ભાભી સોનબાઈથી.
મોટા ભાઇનું આકસ્મિક અવસાન થતાં પરિવારના લોકોએ જ્ઞાતિના રિવાજ મુજબ સોનબાઈનું રામ આહીર સાથે દેરવટું કરવાનો નિર્ણય કર્યો.
પણ રામ આહિરને આ મંજૂર ના હોવાથી તેઓ થોડી ભેંસો લઈને ગીરના પંથકમાં આંબાજળ નદીના કાંઠે આવેલ સતાધાર ધામમાં જતાં રહે છે.
અહીં તે ભેસો સાથે આશરો લઈ આશ્રમની સેવા કરવા માટે તે સમયના આશ્રમના મહંત શામજીબાપુને વિનંતી કરે છે.
અને આમાંની એક ભેંસને ત્યાં પાડો જન્મે છે.
એક વખત સાવકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસોની ઓલાદ સુધારવા માટે એક સારા પાડાની શોધમાં હતા.
આ લોકોને સતાધારના પાડા વિષે જાણવા મળતા તેઓ સતાધાર ગયા અને શામજીબાપુ પાસે જઈ પાડાની માંગણી કરી.
હમીરભાઈ કોળીએ પાડાને દીકરાની જેમ સાચવવાની જવાબદારી લીધી એટલે બાપુ માની ગયા. અને પાડો સતાધારથી સાવરકુંડલા આવ્યો.
પણ થોડા સમયમાં હમીરભાઈનું અવસાન થતાં પાડો કોઈને પાંચસો રૂપિયમાં વેચી દેવાયો. અને એ વ્યક્તિએ પાડાને પાંચ હજાર રૂપિયામાં મુંબઈના કતલખાનામાં વેચી દીધો.
પણ અહી ત્રણ-ત્રણ કરવતના કટકા થઈ જાય છે અને કતલખાનાના માલીલકને ઇજા થાય છે પણ પાડાનો વાળ પણ વાંકો થતો નથી.
બીજી બાજુ કતલખાનાના માલિકના દીકરાના સપનામાં એક સાધુ આવીને પાડાને પાછો મૂકી જવા કહે છે.
આથી પાડો મુંબઈથી સાવરકુંડલા અને ત્યાંથી ફરી સતાધાર આવે છે.
અને એ દિવસથી સતાધારના અન્ય સંતો સાથે આ પાડો પણ પાડાપીર તરીકે પૂજાય છે.
Ещё видео!