#live_ramamandal #live #ap_gujarati_studio
સદીઓ પહેલાં થઇ ગયેલા હિન્દવાપીર રણુજાના રાય એવા ભગવાન રામદેવપીરના જીવનના તમામ પાત્રોને જીવંત રીતે ભજવતી મંડળી એટલે રામામંડળ, આજના આધુનિક સમયના વહેણમાં નાટક, ભવાઇ, રામામંડળ વગેરે અતીતના સંભારણા માત્ર બની રહી ગયાં છે. નવી પેઢી પોતાની કળાનો વારસો જાણે વિસરી રહી છે, એ વચ્ચે આજે ગામડામાં 'નવી પેઢી’ કળા રજૂ કરી સદીઓ પહેલાંની 'જૂની પેઢી’નું પૌરાણિક રામામંડળ આજેય પણ રજૂ કરી રહી છે,
પ્રત્યક્ષ રીતે પાત્રો વચ્ચે થતો પરોક્ષ વાદ-સંવાદ રામામંડળની મુખ્ય ખૂબી છે, ૩૦થી વધૂ યુવાનનું બનતું રામામંડળ જે-તે સમયના ઇતિહાસને અનુરૂપ પોષાકથી સજ્જ થાય છે. રાત્રે શરૂ થતા અને આખી રાત સુધી ચાલતાં આ મંડળની શરૂઆત રામદેવપીરની આરતી, સ્તુતિથી થાય છે, ત્યાર બાદ બખૂબી પાત્ર નિભાવતા યુવાનોમાં રામદેવપીરના પિતા અજમલરાયનો પોતાના મૂલક પ્રત્યેનો ભાવ હોય કે, લોકપ્રિય પાત્ર પઢિયારની ખુલ્લી તલવાર સાથેનો અહ્મભર્યો હાંકોટો, લોકોના રૂંવાડા ઊભાં કરી દે છે. રામદેવપીરના નાનપણના શૌર્ય પ્રસંગોને હુબહુ વણી લેવાયા હતા, ઘોડો લઇને ઉડી જતા બાળ રામદેવની દંતકથા સાથે-સાથે પોખરણ ગઢને હેરાન કરતા ભૈરવ રાક્ષસના રૌદ્ર તાંડવને લોકો એકીટશે નિહાળી રહે છે. રામદેવના જીવનમાં મધ્યસ્થ ભાગ પર પ્રકાશ પાડતા કિસ્સાઓમાં રામદેવની બહેન સગુણાની વિદાય અને તેની હૃદયદ્રાવક પંક્તિઓ અને રૂદને મધરાતે સમગ્ર વાતાવરણને શાંત- કરુણ બનાવી દીધું હતું. ઉપસ્થિતોની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.
મોટી સંખ્યામાં લોકો ઉમટે છે
અતીતના ઇતિહાસને રજૂ કરી લોકો સુધી પૌરાણિક પાત્રો પહોંચાડતું રામામંડળ અમુક દાયકાઓ પહેલાં કચ્છના લગભગ ગામે-ગામ હતું. આજે યુવા પેઢી આવી મંડળી કે ભવાઇના બદલે ફિલ્મો અને ડાન્સના પ્રવાહમાં ઢળી પડતાં દાયકાઓથી જળવાયેલી કળા હવે વિસરાતી જાય છે, ત્યારે આહિરપટ્ટીમાં સ્વભાવિક રીતે રામદેવપીર પ્રત્યેની આસ્થા ખૂબ જ સંકળાયેલી હોતાં હકડેઠઠ મેદની વચ્ચે રામામંડળના યુવાનો સમગ્ર ઈતિહાસને પાત્રો રૂપી રજૂ કરી લોકોની 'વાહ’ મેળવી લે છે
Ещё видео!