લદ્દાખઃ 11000 ફૂટથી પણ વધુ ઊંચા પહાડો પર વસેલા લદ્દાખમાં હરિયાળી ટકતી નથી. ટકે છે માત્ર બરફ. અને ક્યારેક ક્યારેક સફેદ વાદળો લદ્દાખને આંલિગન આપવા માટે આવી જાય છે. કેન્દ્રશાસિત પ્રદેશની દશકો જૂની માગ પૂરી થયા બાદ લદ્દાખના બૌદ્ધ બહુમતીવાળા વિસ્તાર લેહમાં ગત 15 ઑગસ્ટે વિશેષ સ્વતંત્રતાદિવસ ઉજવવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોને આશંકા છે કે બહારના લોકો આવીને તેમની જમીન ખરીદશે તો શહેરી ઔદ્યોગિક વિકાસની આંધીમાં તેમના ધંધા, સંસ્કૃતિ, પર્યાવરણ અને ઓળખ નષ્ટ થઈ જશે. આ જ આંશકાને લીધે લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે કેન્દ્રીય આદિવાસી કલ્યાણમંત્રી અર્જુન મુંડાને ચિટ્ઠી લખી છે. અને લદ્દાખને પૂર્વોત્તર રાજ્યોની જેમ જનજાતીય ક્ષેત્ર જાહેર કરવાની માગ કરી છે. જેથી અહીંની જમીન અને ઓળખ સુરક્ષિત રહે. કહેવાય છે કે આની પાછળ અહીંની પ્રભાવશાળી ધાર્મિક સંસ્થા લદ્દાખ બુદ્ધિષ્ઠ ઍસોસિયેશન એટલે કે એલબીએ અને કારોબારી ઍસોસિયેશનનું પણ દબાણ છે. લદ્દાખના શિયા બહુમતી કારગિલમાં સરકારના નિર્ણયના વિરુદ્ધમાં પ્રદર્શનો પણ થયાં છે. પરંતુ લેહમાં સ્વાગતના સૂર હજુ પણ સંભળાઈ રહ્યા છે. જોકે હવે પોતાની જમીન અને ઓળખ બચાવવા પર ભાર આપવામાં આવે છે.
Ещё видео!