@meshwalyrical
Presenting :Jay Kana Kala Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |
#krishna #aarti #lyrical
Audio Song : Jay Kana Kala Aarti
Singer : Jyoti Vanjara
Lyrics : Traditional
Complilation : Atul Ujadiya
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label :Meshwa Electronics
જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા
મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા...
ૐ જય કાના કાળા
કામણગારા કાના, કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા..
માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા.
ૐ જય કાના કાળા
નંદ જશોદાને ઘેર, વૈકુંઠ ઉતારી
પ્રભુ વૈકુંઠ ઉતારી...
કાલીયા મર્દન કીધો, ગાયોને ચોરી
ૐ જય કાના કાળા
ગોકુળ ઘેલો કરતા જશોદાના જાયા
પ્રભુ જશોદાના જાયા...
નંદ કુંવર નખરાળા, લગાડતા માયા
ૐ જય કાના કાળા
યમુના કાંઠે રમતા ગોવાળો સાથે
પ્રભુ ગોવાળો સાથે...
ગોવર્ધન ગીરધારી, ધરી લીધો હાથે
ૐ જય કાના કાળા
વૃંદાવનની ગલીમાં માધવજી માલે
પ્રભુ માધવજી માલે...
ગોપી સંગ રાસ રચાવ્યો, વનમાળી વાલે
ૐ જય કાના કાળા
મોર મુગટ શીર સોહે પિત્તાબર ધારી
પ્રભુ પિત્તાબર ધારી...
કેશવ કરુણા કારી, મોહન મોરારી
ૐ જય કાના કાળા
ગુણ તણો તુજ પાર કેમે નહીં આવે
પ્રભુ કેમે નહીં આવે...
નેતી વેદ પોકારે, પુનિત ગુણ ગાવે
ૐ જય કાના કાળા
જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા
મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા...
ૐ જય કાના કાળા
ૐ જય કાના કાળા
પ્રભુ નટવર નંદલાલા
ૐ જય કાના કાળા
ૐ જય કાના કાળા
ૐ જય કાના કાળા
બોલીએ શ્રી ક્રિષ્ન કનૈયા લાલકી જય...
Ещё видео!