@meshwalyrical
Presenting : Mohan Morari Na Bhulay Palvar | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#krushna #lyrical #bhajan
Audio Song : Mohan Morari Na Bhulay Palvar
Singer : Ruchita Prajapati
Lyrics : Bhagwandas Ravat
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label : Meshwa Electronics
મોહન મોરારી ના ભૂલાય પલવાર
મોહન મોરારી ના ભૂલાય પલવાર
નંદલાલા આવો ને એકવાર
હું તો ઉભી શ્યામ આવી તારા દ્વાર
હું તો ઉભી શ્યામ આવી તારા દ્વાર
મોહન મોરારી ના ભૂલાય પલવાર
નંદલાલા આવો ને એકવાર
લીપી ગૂંપી ને આંગણું સજાવું
કંકુ કેસર ના સાથીયા પુરાવું
મારગડે મારગડે ફુલ પથરાવું
આસો પાલવ ના તોરણ બંધાવું
પ્યાસા નયન માંગે દર્શન તમારા
હો..પ્યાસા નયન માંગે દર્શન તમારા
નંદલાલા આવો ને એકવાર
આખા નગર માં સામૈયું કરાવું
ઢોલ નગારા કાન હું તો વગડાવું
હેતે હરિ ગુણ હું તો રે ગાવું
તારા શરણ માં દોડી હું તો આવું
મનમાં શ્રધ્ધા રાધેશ્યામ ની અપાર
મનમાં શ્રધ્ધા રાધેશ્યામ ની અપાર
નંદલાલા આવો ને એકવાર
તમને મળવા ની શ્યામ આશા છે દિલ માં
તારી ભક્તિ ની લગની લાગી છે મનમાં
તારા પર ની શ્રધ્ધા મારી ખુટે નહિ કોઈ વાર
તારો ને મારો નાતો ટુટે ના કોઈ વાર
ખલ્લા મુકી દે શ્યામ હૃદય ના દ્વાર
ખલ્લા મુકી દે શ્યામ હૃદય ના દ્વાર
નંદલાલા આવો ને એકવાર
નંદલાલા આવો ને એકવાર
Ещё видео!