#varshabengkaklotar
#bhajan
#ભજન
#સત્સંગ
#bhajanmandal
#satsangmandal
#gujaratibhajan2023
#gujaratikirtan2023
varshaben G. kaklotar present
મહાદેવજી આવ્યા જશોદામાં ને આંગણે..
હારે એવું ડમ ડમ ડમરું વાગે,મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે,મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે શિવે અંગે ભભૂતિ લગાવી
હારે શિવે શિર પર ગંગા ધારી
હારે શિવે પહેરી છે સર્પોની માળા,મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે શિવ લાંબી જટાયુ વાળા
હારે એની સાથે છે ભૂતો કાળા
હારે શિવે પહેરી છે રુદ્રની માળા, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે માતા થાળ ભરીને ફળ લાવ્યા
હારે ભોળા શંભુને દેવાને આવ્યા
હારે માતા આવી તે શીખ નો આપો, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે નંદ રાણી દેખાડ તારો લાલો
હારે મને લાગે અતિશય વાલો
હારે મને દર્શન કરવાની ઘણી હામ, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે નહી દેખાડું હું મારો લાલો
હારે રૂપ દેખીને બીવે મારો લાલો
હારે કોઈ બાવાને બહાર જઈને કાઢો, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે કાન કુંવર છે બહુ વાલો
હારે માતા નથી હું અઘોરી બાવો
હારે મારે લેવો દર્શનનો લ્હાવો, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે કાન કુંવરને તેડી લીધો
હારે ભોળા શંકરે ફૂલડે વધાવ્યો
હારે ત્યાં તો હરિ ને હર બેવ ભેટ્યા, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવું ડમ ડમ ડમરું વાગે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
હારે એવા દર્શન કરવાને કાજે, મહાદેવજી આવ્યા જશોદામાંને આંગણે...
જો તમને આ વિડીયો પસંદ આવે તો
વિડિયોને like કરો, share કરો, coment કરો અને
અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો.
જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે.
ધન્યવાદ.
Ещё видео!