ડો. જગદીશ ત્રિવેદી - પરિચય
—————————————-
જગદીશ ત્રિવેદી હાસ્યકલાકાર, હાસ્યલેખક, કવિ , ચિંતક હોવાની સાથે ઉમદા સમાજસેવક પણ છે.
એમણે ત્રણ વખત પીએચ.ડી. કર્યું છે અને બે વિદ્યાર્થીએ એમના સાહિત્ય ઉપર પીએચ.ડી. કર્યું છે.
એમણે ૨૫થી વધું દેશોની કુલ ૭૬ યાત્રાઓ કરીને દેશ-પરદેશમાં સાડા ત્રણ હજારથી વધું કાર્યક્રમો આપ્યા છે તેમજ ૮૨ પુસ્તકો લખ્યા છે.
જગદીશભાઈ છેલ્લાં સાત વર્ષથી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે જેમાં તે વહીવટી ખર્ચ પણ લેતા નથી.
છેલ્લા છ વર્ષમાં એમણે ૧૨ સરકારી શાળાઓ, ૭ સાર્વજનિક પુસ્તકાલયો ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્યસેવા કેન્દ્ર મળીને કુલ ૨૧ જેટલી ઇમારતો ચણીને દાનમાં આપી છે.
અત્યાર સુધીમાં એમણે કુલ ૧૨ કરોડથી વધું રુપિયાનું દાન કર્યુ છે. ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કાર, સંગીત નાટક અકાદમીએ એમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર તથા રાષ્ટ્રપતિએ એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરેલ છે.
#jagdishtrivedi #diwalispecial #gujaratidiwalitalk #inspiration #motivation #humanity #comedy #GujaratiSpeech #GujaratiComedy #GujaratiJokes #Gujarat #GujaratiMotivation #gujraticomedy
Ещё видео!