શ્રાદ્ધ નો મહિમા કોઈ જાણજો રે
એના પિતૃને મોક્ષ મળી જાય મારા વાલા
પૂનમના શ્રાદ્ધ તમે નાખજો રે
મનના મનોરથ પૂરા થાય મારા વાલા
એકમના શ્રાદ્ધ તમે નાખજો રે
સાત પેઢી તરી જાય મારા વાલા
બીજના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ કરશે સહાય મારા વાલા
ત્રીજના શ્રાદ્ધ તમે નાખજો રે
માતા પિતા ના આશીર્વાદ મારા વાલા
ચોથનું શ્રાદ્ધ તમે નાખજો રે
પુરણ પામે છે સુખ મારા વાલા
પાંચમના શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ પ્રસન્ન થઈ જાય મારા વાલા
છઠ શ્રાદ્ધ તમે નાખજો રે
એના વંશની વૃદ્ધિ થાય મારા વાલા
સાતમ શ્રાદ્ધ તમે નાખજો રે
એના પાપ બધા ઠેલી જાય મારા વાળા
આઠમ શ્રાદ્ધ તમે નાખજો રે
ચોર્યાસી ના ફેરા ટળી જાય મારા વાલા
નવમી શ્રાદ્ધ તમે નાખજો રે
નારાયણ રાજી થાય મારા વાલા
દસમ શ્રાદ્ધ તમે નાખજો રે
જશે અવતાર ખુલી જાય મારા વાલા
એકાદશી શ્રાદ્ધ તમે નાખજો રે
મિત્રોને મુક્તિ થાય મારા વાલા
બારસ શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ કદી ના પીડાય મારા વાલા
તેરસના શ્રાદ્ધ તમે નાખજો રે
પુરણ બ્રહ્મા મળી જાય મારા વાલા
ચૌદશના શ્રાદ્ધ તમે નાખજો રે
અણધારા કામ પૂર્ણ થાય મારા વાલા
અમાસ શ્રાદ્ધ તમે નાખજો રે
પિતૃ સ્વર્ગે જાય મારા વાળા
સોડ શ્રાદ્ધ તમે નાખજો રે
ભવ ફેરો ચડી જાય મારા વાલા
પિતૃને મોક્ષ મળી જાય મારા વાલા
Ещё видео!