@meshwaLyrical
Presenting : Mahakadi Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#mahakali #lyrical #dhun
Audio Song : Mahakadi Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Mahakadi Mata
Temple: Pavagadh
Festival : Navratri
Label : Meshwa Electronics
હો..મહાકાળી માઁ શરણમ્ મમઃ મહાકાળી માઁ શરણમ્ મમઃ
પાવાગઢ ની દેવી દયાળુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મહાકાળી માઁ શરણમ્ મમઃ મહાકાળી માઁ શરણમ્ મમઃ
પાવાગઢ ની દેવી દયાળુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..પાવાગઢ ના પર્વત વાળી મહાકાળી માઁ શરણમ્ મમઃ
ભક્તોની માઁ ભીડ ભાગનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..ગઢ પાવાના ડુંગર વાળી મહાકાળી માઁ શરણમ્ મમઃ'
હિત સદા સૌનું કરનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..દિન દયાળી દુઃખ હરનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
શુભ સદા કલ્યાણ કરનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મેર કરો માઁ મહાકાળી મહાકાળી માઁ શરણમ્ મમઃ
અંતર આશા તું પુરનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..અરજ સુણો અભય દાઈની મહાકાળી માઁ શરણમ્ મમઃ
શરણે લેજો સુખ દાઈની મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..તારાઓના તેજ વાળી મહાકાળી માઁ શરણમ્ મમઃ
શશી સુર્ય ના પ્રકાશ વાળી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..ભવ બંધન ભવ ભયહારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
કાઠા કષ્ટ તું કાપનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મહિમા તારો છે બહુ ભારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
નમન કરે માઁ નર નારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..પાંગળા માડી પર્વત ચઢતા મહાકાળી માઁ શરણમ્ મમઃ
એવા માડી પરચા થાતા મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..સ્વરૂપ તારું માડી અનુપ મહાકાળી માઁ શરણમ્ મમઃ
નમતા માડી તુજને ભૂપ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..જેવો છું હું તારો બાળ મહાકાળી માઁ શરણમ્ મમઃ
લેજો માડી મારી સંભાળ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..તારી દયાનો ના કોઈ પાર મહાકાળી માઁ શરણમ્ મમઃ
લીલા તારી અપરંપાર મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..તારા દર્શન કાજે આવું મહાકાળી માઁ શરણમ્ મમઃ
શ્રીફળ ચુંદડી પ્રસાદ ધરાવું મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..દર્શન તારા પાવનકારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
નામ તમારું છે હિતકારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..શરણું તારું માંગુ માડી મહાકાળી માઁ શરણમ્ મમઃ
લીલા તારી છે બૌ ન્યારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..જીવન મારુ ધન્ય બનાવો મહાકાળી માઁ શરણમ્ મમઃ
ભક્તો કેરા કષ્ટ કાપો મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..નવલા માડી નોરતા આવ્યા મહાકાળી માઁ શરણમ્ મમઃ
ગરબે રમવા માડી આવ્યા મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..ચાંપાનેર ના ચોકે રમતા મહાકાળી માઁ શરણમ્ મમઃ
ઘમ્મર ઘમ્મર ગરબે ઘુમતા મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..આભે રહીને દેવો નીરખે મહાકાળી માઁ શરણમ્ મમઃ
ફુલડે વધાવતા દેવો હરખે મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..પાલવ પકડે પતઈરાય મહાકાળી માઁ શરણમ્ મમઃ
માઁ ની નજરું સામે જાય મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..નવખંડ નું તને રાજ આપુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હાથી ઘોડા માગ્યાં આપુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મંદિર મસ્ત રાજા બોલ્યો મહાકાળી માઁ શરણમ્ મમઃ
મોલે પધારો અવળુ બોલ્યો મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..સમજાયો ના સમજ્યો રાય મહાકાળી માઁ શરણમ્ મમઃ'
આવ્યો તેનો અવળો કાળ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..શ્રાપ આપી માઁ અલોપ થયા મહાકાળી માઁ શરણમ્ મમઃ
રાજા પતઈના રાજ ગયા મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..નીર્ભય માડી અમને રાખો મહાકાળી માઁ શરણમ્ મમઃ
તમારા ચરણે અમને સ્થાપો મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..તું કાળી માઁ તું કલ્યાણી મહાકાળી માઁ શરણમ્ મમઃ
રાખો માડી લીલી વાડી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મેર કરો ને માઁ મહાકાળી મહાકાળી માઁ શરણમ્ મમઃ
સમરે તને માઁ નરનારી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો.દયા માડી ઉરમાં ઘરો મહાકાળી માઁ શરણમ્ મમઃ
દુઃખડા માડી પલમાં હરો મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..જગ આખામાં તારી છાયા મહાકાળી માઁ શરણમ્ મમઃ
સઘળે વરતાઈ રહી છે માયા મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..ભોળા ભાવે સંકટ હરજો મહાકાળી માઁ શરણમ્ મમઃ
ઉરમાં માડી દયા ધરજો મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..તુજ લીલાનો ના આવે પાર મહાકાળી માઁ શરણમ્ મમઃ
કેતા થાકે મોટા વિદ્વાન મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..દૈત્ય સંહારી દુઃખડા હરતી મહાકાળી માઁ શરણમ્ મમઃ
દેવો ને માં તું ઉગારતી મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..શક્તિ તારી અપરંપાર મહાકાળી માઁ શરણમ્ મમઃ
હું અજ્ઞાની ના પામુ પાર મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..કર જોડીને રાજેશ બોલે મહાકાળી માઁ શરણમ્ મમઃ
ફુલડે વધાવી મેશ્વા બોલે મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મહાકાળી માઁ શરણમ્ મમઃ મહાકાળી માઁ શરણમ્ મમઃ
પાવાગઢ ની દેવી દયાળુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મહાકાળી માઁ શરણમ્ મમઃ મહાકાળી માઁ શરણમ્ મમઃ
પાવાગઢ ની દેવી દયાળુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
હો..મહાકાળી માઁ શરણમ્ મમઃ મહાકાળી માઁ શરણમ્ મમઃ
પાવાગઢ ની દેવી દયાળુ મહાકાળી માઁ શરણમ્ મમઃ
બોલ શ્રી મહાકાળી માત ની જય
Ещё видео!