જાવ જાવ રે રાધા નાં શ્યામ ઝૂથડા નાં બોલો..
તમે ભલા ભરવાડ નાં ઘરે શીદ ગયા તા તમને દહી ને ઢેબ્રું ખાતા જોયા તા..
તમે હેઢે મોઢે છો ભગવાન.. ઝુઠડા નાં બોલો..
જાવ જાવ રે રાધાના શ્યામ.....
તમે નરસિંહ મહેતાની ઘરે શીદ ગયા તા...
તમને હૂંડી સ્વીકારતા અમે જોયાં તા...
તમે શામળશા ની જોડી જાડી જાન.. જુથડા નાં બોલો... જાવ જાવ રે...
તમે મીરાં તે બાઇ ના ઘરે શીદ ગયા તા..
તમને ઝેર આરોગતા અમને જોયા તા..
તમને આવા અમીના ઓડકાર... જુઠડા....
જાવ જાવ રે...
તમે દ્રોપદી ને ઘેર શીદ ગયાં તા..
તમને શિર પૂરતા અમને જોયા તા..
તમે નવાસોનાવાનું પૂરા શીર જુથડા....
જાવ જાવ રે...
તમે સકુ તે બાઇ ને ઘરે શીદ ગયા તા...
તમને પાણીડા ભરતા અમે જોયા તા..
તમે લાંબી તાણી તી લાજ જૂથડા....
જાવ જાવ રે...
તમે શબરી તે બાઇ ને ઘરે શીદ ગયા તા..
તમને બોર આરોગતા અમને જોયા તા..
તમે મીઠા કીધા તા ભગવાન j.... જૂઠડા....
Ещё видео!