પાટણ....
એંકર :
પાટણ જિલ્લાના વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી..
"જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વર" જીજ્ઞાબેન શેઠનું ૨૦૨૪ અટલ એવોર્ડથી સન્માન કરાયું...
જીજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની છે...
વિઓ :
પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સેવા રૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મ નિર્ભર બનાવી વઢિયાર પંથકના અંતરિયાળ વિસ્તારમાં સ્ત્રી શક્તિને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓને નવી દિશા ચીંધના જીજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની છે.
પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહમાં ૨૦૨૪ અટલ એવોર્ડથી જીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં, મંજુબેન શર્મા, ( m.p. જયપુર), ડૉ. સૌમ્યા ગુર્જર ( મેયર - જયપુર), શ્યામજી જાજુ ( એકસ ભારતીય જનતા પાર્ટી, વાઈસ પ્રેસિડેન્ટ), ડૉ. અવિનાશરાય ખન્ના. શસત્યનારાયણ જત્યા ( પર્લામેન્ટ કોર કમિટી મેમ્બર) ડૉ. અશોક અગ્રવાલ ( lvf ચેરમેન), પેનાસોનિકના ચેરમેન વગેરે અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
જન મંગલ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ દ્વારા અટલ ફાઉન્ડેશન - નવી દિલ્હીનાં રાષ્ટ્રિય મહામંત્રી રમેશભાઈ ભૂતડાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ , જીવનની વધું એક યશકલગીની સંપ્રાપ્તિ બદલ ભગવંત પાર્શ્વનાથનાં ચરણોમાં કોટિ કોટિ વંદન કરી ધન્યતા અનુભવી હતી.
*અહેવાલ : ભાનુ પંડ્યા, રાધનપુર.
Ещё видео!