US Visa Interview: બિઝનેસ, એજ્યુકેશન અથવા માત્ર ફરવા માટે અમેરિકા (USA) જનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે લાખો લોકો યુએસ વિઝા (US Visa) માટે એપ્લાય કરે છે, પરંતુ ઘણા લોકોને વિઝાના ઈન્ટરવ્યૂ (Visa Interview)ના સ્ટેજમાં રિજેક્ટ કરવામાં આવે છે. તેના કારણે ભારતીયોનું અમેરિકા જવાનું સ્વપ્ન (US Dream) રોળાઈ જાય છે. યુએસ વિઝાના ઈન્ટરવ્યૂ (US Visa Interview)ના નામથી જ ઘણા લોકો ગભરાઈ જાય છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વિઝા ઈન્ટરવ્યૂમાં તમે સરળતાથી સફળ થઈ શકો છો. જે લોકો વિઝા વેઈવર પ્રોગ્રામ (Visa Waiver Program) હેઠળના દેશમાંથી આવતા હોય તેમને યુએસ વિઝાના ઈન્ટરવ્યૂ આપવા પડતા નથી. તેમણે ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (Electronic Travel Authorization)નો ઉપયોગ કરવો પડે છે. પરંતુ બાકીના લોકો માટે યુએસ વિઝાનો ઈન્ટરવ્યૂ ફરજિયાત છે. તમારે ઈન્ટરવ્યૂ આપવાનો થાય તો કેટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમને તકલીફ નહીં પડે.
Ещё видео!