સાવરકુંડલાની કોમલ ગણાત્રાએ યુપીએસસીમાં મેદાન માર્યુ છે. કોમલે ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરતા પહેલા યુ.પી.એસ.સી.ની તૈયારીઓ શરૂ કરી હતી. કોમલના જીવનમાં ટ્રેજેડી સર્જાઈ. લગ્નજીવનમાં ઠોકર મળી. જોકે કોમલે આત્મ વિશ્ર્વાસ ગુમાવવાને બદલે તેની તમામ ઉર્જા યુપીએસસી કલીયર કરવા તરફ વાળી. કોમલને નાનપણથી સિવિલ સર્વન્ટ બનવાની ઇચ્છા હતી.આખરે સફળતાએ રોજના 12-15 કલાકનું વાંચન કરતી કોમલના ચરણ ચુમ્યા. અને સામાજિક પરિસ્થિતિઓએ તેને તે દિશામાં વાળી. કોમલની સમગ્ર તૈયારીઓમાં તેમના પરીવારે પુરો પુરો સાથ અને સહકાર આપ્યો હતો. આખરે કોમલ યુપીએસસી પાસ થતા તેના પરિવારજનોની ખુશીનો કોઈ પાર નથી.
Ещё видео!