Kahu Chhu Jawani Ne | Roopkumar Rathod | Purshottam Upadhyay | Kavya Sangeet
Kahu Chhu Jawani Ne Lyrics in Gujarati:
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે
મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે
મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે
*********************************************
Song: કહું છું જવાનીને
Lyrics: અવિનાશ વ્યાસ
Singer: રૂપકુમાર રાઠોડ
Composer: પુરુષોત્તમ ઉપાધ્યાય
*********************************************
#kavyasangeet #gujaratisangeet #gujaratisong #sugamsangeet #kahuchhujawanine #roopkumarrathod #purushottamupadhyay #gujaratighazal #sugamsangeet
Ещё видео!