@meshwalyrical
Presenting : Devaki Na Jaya Nand Gher Tame Aaya | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#krushna #bhajan #lyrical
Audio Song : Devaki Na Jaya Nand Gher Tame Aaya
Singer : Ruchita Prajapati
Lyrics : Bhagwandas Ravat
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label : Meshwa Electronics
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
જશોદા ના લાલ કહેવાયા રે પ્રભુ તારી કેવી માયા
જન્મયા મથુરા માં મોટા થયા ગોકુળ માં
મામા કંશ ને માર્યા રે માતા પિતા ને છોડાયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
ઈન્દ્રનો ગર્વ તે પલ માં ઉતાર્યો
ટચલી આંગળીયે ગોવર્ધન ઉપાડ્યો
માયા રચી કેવી તેતો કાળી નાગ નાથ્યો
અખિલ ભ્રહ્માડ નો નાથ તું કહેવાયો
તારી માયા હરિ કોણ રે જાણે
ભક્તો ના દુઃખ તું પલ માં રે ટાળે
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
જશોદા ના લાલ કહેવાયા રે પ્રભુ તારી કેવી માયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
નરસિંહ મેહતા ની હુંડી સ્વીકારનારો
કુંવરબાઈ નું મામેરું પુરનારો
દ્રૌપદી ના વ્હાલો ચીર પુરનારો
મીરાં બાઈ ના ઝેર હરનારો,
તું સૌનો પ્રભુ તારણ હારો,
પ્રાણ થી પ્યારો સુંદીરવર મારો
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
જશોદા ના લાલ કહેવાયા રે પ્રભુ તારી કેવી માયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
ભક્ત બોડાણા ને તું છે મળનારો
કડવો લીમડો મિઠો કરનારો
પાંચ પાંડવો સાથે તું તો રહેનારો
સમય બની તું તો સૌને સમજાવનારો
તારા વિના ઉધ્ધાર નથી મારો
ભવ રે સાગર નો હરિ તું કિનારો
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
જશોદા ના લાલ કહેવાયા રે પ્રભુ તારી કેવી માયા
દેવકી ના જાયા નંદ ઘેર તમે આયા
Ещё видео!