ગીતા જયંતી પર શ્રી સોમનાથ ટ્રસ્ટે શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં સમુહ પાઠ અને શંખ અને દુંદભીનાદ સાથે ગીતા પ્રબોધનની ક્ષણ જીવંત કરીગીતાજીના ગ્રંથ અને કૃષ્ણ ચરણપાદુકાનું પૂજન કરી, શોભાયાત્રા કાઢવામાં આવી, શંખ અને નગારાના નાદ સાથે ધર્મભક્તિનું વાતાવરણ રચાયુંશ્રી કૃષ્ણની ગૌલોકધામ ભૂમિ એટલે પ્રભાસ જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું. પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન કૃષ્ણે હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ સ્થાનને દેહોત્સર્ગ તીર્થ અથવા ગોલોકધામ નામથી ઓળખવામાં આવે છે. અહી શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના 18 અધ્યાયો ને સ્થંભ પર અંકિત કરીને ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી
##geetajayanti2024#somnath #prabhaspatan
#TriveniSangamSomnath #gorakhdhamtirth
Ещё видео!