🌷 ઘરેણાંમાં હીરલો મહાન ભજન નીચે લખેલું છે 🌷👇🏻
ભજન :-રાગ :-જળ ભરવાને હું તો ગઈ. ...
ઘરેણામાં હિરલો મહાન બોલો બેનો રાધેશ્યામ
ત્રિભુવનમાં કનૈયો મહાન બોલો બેનો રાધેશ્યામ
એ હિરલો પેલો નંદજી નો લાલો
એ હિરલો પેલો કૃષ્ણ કનૈયો
નથી પૂછ્યું ઝવેરીનું નામ બોલો બેનો રાધેશ્યામ
દાન સ્વરૂપે જેને હાથમાં પહેર્યો
કથા સ્વરૂપે કાનમાં સાંભળ્યો
એનું જીવન સફળ થઈ જાય બોલો બેનો રાધેશ્યામ
હરિ ઓમ રૂપે વાણીમાં ગુંજયો
ભજન સ્વરૂપે જીભમાં રાખ્યો
એ તો ભવસાગર તરી જાય બોલો બેનો રાધેશ્યામ
દર્શન કરતા આંખોમાં પરોવ્યો
રામ સ્વરૂપે રુદિયામાં રાખ્યો
એનો જન્મ સફળ થઈ જાય બોલો બેનો રાધેશ્યામ
નિત નવી લીલા દેખાડે મારો વાલો
શ્યામમંડળમાં આવે મારો વાલો
હે ભજનની ધૂન મચાવે કે બોલો બેનો રાધેશ્યામ
હે થૈ થૈ નાચ નચાવે કે બોલો બેનો રાધેશ્યામ
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Ещё видео!