एक वेधी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी।।
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. નવરાત્રિના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.
તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે.
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થતું હોવાથી અને તેમનું શુભ થતું હોઇ આ દેવી “શુભંકરી” તરીકે પણ ઓળખાય છે.
Ещё видео!