🙏જય શ્રી ક્રિષ્ના 🙏
ઘરેણાં માં હીરલો મહાન બોલો બેનું રાધેશ્યામ.. ત્રિભુવન માં કાનુડો મહાન બોલો બેનું રાધેશ્યામ..
1.ઈ હીરલો પેલો નંદજી નો લાલો ..
ઇ હીરલો પેલો જશોદા નો જાયો..
નથી પૂછ્યું જવેરી નું કામ બોલો બેનું રાધેશ્યામ.. ઘરેણાં માં હીરલો..
2.ધન સ્વરૂપે જેણે હાથ માં પહેર્યો ..
કથા સ્વરૂપે જેણે કાને સાંભળ્યું ..
એનું જીવન સફળ થઈ જાય બોલો બેનું રાધેશ્યામ..
ઘરેણાં માં હીરલો..
3.હરી ૐ સ્વરૂપે વાણી માં ગુંજીયો ..
ભજન સ્વરૂપે જીભ માં રાખ્યો ..
એનો ભવ સાગર તરી જાય બોલો બેનું રાધેશ્યામ..
ઘરેણાં માં હીરલો..
4.દર્શન કરતાં આખો માં પોરવાય ..
રામ સ્વરૂપે રૂદિયા માં રાખો ..
એનો જન્મ સફળ થઈ જાય. બોલો બેનું રાધેશ્યામ..
ઘરેણાં માં હીરલો..
5.લીલા દેખાડે અઢળક મારો વાલો ..
ગોપી મંડળ માં આવ્યો મારો વાલો..
એ તો ભજન ની ધુંન મચાવે બોલો બેનું રાધેશ્યામ.. ઘરેણાં માં હીરલો..
6.નિત્ય મંડળ માં આવે મારો વાલો..
ગોપી ને થૈ થૈ નચાવે મારો વાલો..
એ તો ગાડા ઘેલા બની જાય બોલો બેનું રાધેશ્યામ.. ઘરેણાં માં હીરલો...
➡️અમારી ચેનલ ને SUBSCRIBE કર્યા વગર નો જતા .. કારણ કે અમારી ચેનલ માં જ્યારે પણ નવું ભજન આવે એટલે તમારા મોબાઇલ માં NOTIFICATION આવી જશે..🙏
➡️ અમારી ચેનલ ની લીંક પર ક્લિક કરો..⬅️
[ Ссылка ]
‼️અમર નગર (રોટરી ગ્રામ)‼️
🙏ભજન કીર્તન મંડળ....🙏
Ещё видео!