આજથી શ્રાદ્ધ આવી ગયા એ નિમીત્તનુ સુંદર ભજન સાંભળીને દિલ દ્રવી ઉઠશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહી. બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
મીના પટેલ. વડોદરા.
જય શ્રીકૃષ્ણ
----------------------------- ભજન---------------------------
જ્યારે શ્ર્વાસોની લીલા સમેટાય છે , તેને અંતિમ અવસર કહેવાય છે (2)
જીવન રૂડું દીધુ આજ
રૂડા કર્મો કરવા આજ
જ્યારે જીવનની જાત્રા પુરી થાય છે , તેને અંતિમ અવસર કહેવાય છે
જ્યારે શ્ર્વાસોની લીલા.........
કામ ક્રોધ ના તોફાન
તને ભુલાવે છે ભાન
જ્યારે ઓંચિતો કાળ આવી જાય છે , તેને અંતિમ અવસર
કહેવાય છે
જ્યારે શ્ર્વાસોની લીલા.........
પ્રભુ તું છે સર્જનહાર
આખી પૃથ્વીના ઘડનાર
પ્રભુ મૃત્યુની દોર ખેંચી જાય છે , તેને અંતિમ અવસર કહેવાય છે
જ્યારે શ્ર્વાસોની લીલા..........
માનવ દેહ છે માટીનો
પંચ ધાતુથી ઘાટીલો
ફરી પંચતત્વમાં ભરી જાય છે , તેને અંતિમ અવસર કહેવાય છે
જ્યારે શ્ર્વાસોની લીલા..........
સાંભળ ગીતાનો તું સાર
બોલ કૃષ્ણ ના સાંભળ
કર્મો ચુકતે કરીને જાવું ધામમાં , તેને અંતિમ અવસર કહેવાય છે
જ્યારે શ્ર્વાસોની લીલા સમેટાય છે , તેને અંતિમ અવસર
કહેવાય છે
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Ещё видео!