૨૨.૧૦.૨૩
ભજન
*(નવરાત્રિ સ્પેશિયલ)*
કોણ શું કરી શકે...?
ધીરજ ઘરે એ ધાર્યું કરી શકે.
સહન કરે એ સર્જન કરી શકે.
જતું કરે એ જાળવી શકે.અને,
સ્વીકારી શકે એ સમજી શકે...
-અજ્ઞાત
માતા જગદંબા પાર્વતીજીએ આઠમા નોરતે મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાજીનો વર્ણ ગોરો હોવાથી માને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે. આ મહાગૌરી નામ કેવી રીતે પડ્યું એની પણ એક વાર્તા છે.
તે વાર્તા પ્રમાણે દક્ષના યજ્ઞમાં અગ્નિસ્નાન કર્યાં પછી માતા સતીએ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ ધારણ કર્યો.સ્વયં સતી પિતા પર્વતરાજ હિમાલયના પુત્રી હોવાથી તેમનું નામ 'પાર્વતી' પડ્યું.
આ માતા સતી પાર્વતીજીએ ભગવાન શ્રીશિવને પોતાના પતિ તરીકે પામવાને કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન થઇને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી ધોયું,સ્નાન કરાવ્યું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત કાન્તિમાન- ગૌર થઇ ઉઠ્યાં, ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.
માતાનું આ મહાગૌરી સ્વરૂપની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે.માતાજીની શક્તિ અમોઘ અને તરત ફળ આપનારી છે.
માતા મહાગૌરીની ઉપાસના કરનારો મનુષ્ય સર્વપ્રકારે પવિત્ર બની અક્ષણ પુણ્યનો અધિકારી બની જાય છે.આવા ગૌરવપ્રદ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઇ છે. તો આજે મહાગૌરીનું જ એક સ્વરૂપ એવાં માઁ
ભૈરવીની સ્તુતિ કરીયે..
..ભૈરવી નમોસ્તુતે...
Ещё видео!