ગુજરાતીઓનું અમેરિકા જવાનું વળગણ કોઈનાથી પણ છૂપું નથી. તેમાંય બે નંબરમાં અમેરિકા જવા નીકળતા લોકો તો બે-ત્રણ મહિનાના જોખમી પ્રવાસ બાદ મેક્સિકો બોર્ડર પર પહોંચતા હોય છે, અને ત્યાં પહોંચ્યા બાદ પણ તેઓ જ્યાં સુધી બોર્ડર ક્રોસ ના કરે ત્યાં સુધી તેઓ અમેરિકા પહોંચશે કે નહીં તે વાતની કોઈ ગેરંટી નથી હોતી. ઈલીગલ રૂટ પર અમેરિકા જવા નીકળેલા આવા જ એક ગુજરાતી ફેમિલીનો વિડીયો IamGujarat સાથે અમારા એક વાંચકે શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે મેક્સિકો બોર્ડર પર ગુજરાતી પરિવારોને કેવી દયનીય સ્થિતિમાં બાળકો સાથે રહેવાની ફરજ પડે છે, અને ત્યાં તેમને કેવી-કેવી હાલાકી વેઠવી પડે છે. આ વિડીયો ક્યારે લેવાયો છે તેમજ તેમાં દેખાતા લોકો કોણ છે તે અંગે કોઈ માહિતી અમને નથી મળી શકી, પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર જે લોકો આ વિડીયોમાં દેખાય છે તે તમામ લોકો ઉત્તર ગુજરાતના છે.
Ещё видео!