મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે. રાજીનામુ આપતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પીએમ મોદી અને અમિત શાહને મળ્યા હતા
Subscribe us on YouTube
[ Ссылка ]
Like us on Facebook
[ Ссылка ]
Follow us on Twitter
[ Ссылка ]
You can also visit us at:
[ Ссылка ]
Ещё видео!