#Melo #Siddhpur
એક સમયે ગુજરાતની રાજધાની રહેતું અને સમૃદ્ધ ગુજરાતના પાટણ જિલ્લાનું સિદ્ધપુર હાલ પણ તેનાં પ્રાચીન મકાનો અને સ્થાપત્યને કારણે જાણીતું છે.
વિક્રમ સંવત મુજબ કારતક મહિનાની અગિયારસથી આ મેળો શરૂ થાય છે અને પૂનમ સુધી ચાલે છે. સિદ્ધપુર-પાટણની આસપાસનાં ગામડાં અને રાજ્ય બહારથી પણ અહીં ઊંટ વેચનારા અને ખરીદનારાની ભીડ જામે છે.
ઊંટના ખરીદ-વેચાણનું માધ્યમ બની ગયેલા આ મેળામાં સ્થાનિકોની સાથે સાથે વેપારીઓ પેઢી દર પેઢીથી ઊંટની લે-વેચ કરે છે. અનેક એવા પરિવારો છે જે વર્ષોથી આ મેળામાં ઊંટ લઈને આવે છે. તેમનો વેપાર આ મેળા થકી થાય છે. આ મેળામાં આવતા ગુજરાતના અને રાજસ્થાનના ઊંટો કઈ રીતે જુદા પડે છે. તે તથા કઈ રીતે ઊંટોનું વેચાણ થાય છે તે વીડિયોમાં જોવા મળશે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : [ Ссылка ]
Facebook : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Twitter : [ Ссылка ]
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Ещё видео!