ટીએમજે ડિસઓર્ડર્સ માટેની નૉન સર્જિકલ સારવારો – સિમ્સ હોસ્પિટલ
આ વિડિઓ આપણને ટીએમજે ડિસઓર્ડર્સ (ટેમ્પરોમેન્ડીબ્યુલર જોઈન્ટ સાથે સંબંધિત વિકારો) માટેની નૉન સર્જિકલ (ઑપરેશન સિવાયની) સારવારો વિશે સમજવામાં મદદ કરશે. આ વિકારનું સૌથી સામાન્ય લક્ષણ સાંધા અને તેની નજીકના સ્નાયુઓમાં દુખાવો છે. ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ (ટીએમજે) એ સાંધો છે જે આપણા મેન્ડીબલ (નીચલા જડબા) ને આપણી ખોપરી સાથે જોડે છે. આ સાંધો આપણા કાનની આગળના ભાગમાં આપણા માથાની બંને બાજુ જોવા મળી શકે છે. તે આપણા જડબાને ખોલવા અને બંધ કરવામાં મદદ કરે છે, જે આપણને બોલવા અને ખાવા માટે સક્ષમ બનાવે છે.
www.cims.org
Connect with us:
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
૩૫૦ બેડ વાળી, મલ્ટિ સુપર સ્પેશિયાલિટી (અનેક પ્રકાર ના રોગો / સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ ના નિદાન, સંભાળ અને સારવારો પૂરી પાડતી હોસ્પિટલ) અને ગુજરાતની શ્રેષ્ઠ હોસ્પિટલો માંથી એક છે, જે વિવિધ પ્રકાર ની નિદાન અને સારવાર સેવાઓ પૂરી પાડે છે એવી સિમ્સ (CIMS) હોસ્પિટલ, અમદાવાદ.
વૈશ્વિક આરોગ્યસંભાળ ના ઉચ્ચ ધોરણો ની સેવાઓ આપતી, સિમ્સ હોસ્પિટલ ને, સમગ્ર ભારત માં ઉચ્ચ ગુણવત્તા વાળી આરોગ્ય સંભાળ અને દર્દી ની સલામતી પૂરી પાડવા માટે, જેસીઆઈ (JCI) – જોઇન્ટ કમિશન ઇન્ટરનેશનલ (યુએસએ), એનએબીએચ (NABH) (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પીટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) અને એનએબીએલ (NABL) (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ) ની માન્યતા ધરાવે છે.
પર્યાપ્ત જગ્યા ધરાવતી અને અદ્યતન અને અત્યાધુનિક ઇમારતો માં ફેલાયેલી છે - સિમ્સ પૂર્વ, સિમ્સ પશ્ચિમ અને સિમ્સ નોર્થ. સિમ્સ હોસ્પિટલ, સૌથી વધુ અનુભવી ડોકટરો, નવીનતમ ટેકનોલોજી અને ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (દર્દીઓ ની સાર-સંભાળ માટે ની આધારરૂપ વ્યવસ્થા) નું મિશ્રણ પૂરું પાડે છે, જે સુનિશ્ચિત કરે છે દર્દીઓ ને વિશ્વ સ્તર ની સંભાળ અને સારવાર મળે.
આ હોસ્પિટલ એ, તેના દર્દીઓ ને, માનવીય સાર-સંભાળ આપવા માટે ની સંસ્કૃતિ વિકસાવી છે.
જો તમને આ વિડિઓ પસંદ હોય, તો અમારા વધુ શૈક્ષણિક વિડિઓ મેળવવા માટે કૃપા કરી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો (ચેનલ ની સદસ્યતા લો) અને કૃપા કરી ને તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો.
Ещё видео!